સુરત : વરાછામાં કરખાનામાં ઘુસી ફાયરિંગ કરનાર ઝડપાયો
ફાયરિંગ કરનાર આરોપી 15 વર્ષે ઝડપાયો
રાજેન્દ્ર રાજુ દંડપાણી ડાકુવાની ધરપકડ
વરાછા પોલીસ મથકની હદમાં 15 વર્ષ અગાઉ કરખાનામાં ઘુસી ફાયરિંગ કરી લાખોની લુંટને અંજામ આપવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત દ્વારા ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અપાયેલા આદેશને લઈ સુરતના સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ રાઘવેન્દ્ર વત્સ અને એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમના નેજા હેઠળ પી.આઈ.ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ જલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈએ વરાછા પોલીસ મથકમાં વર્ષ 2011માં એટલે કે 15 વર્ષ અગાઉ કારખાનામાં ઘુસી ફાયરિંગ કરી 1 લાખ 77 હજારની ચલાવાયેલી લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા તમીલનાડુના રાજેન્દ્ર ઉર્ફે રાજુ દંડપાણી ડાકુવાને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબ્જો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

