Site icon hindtv.in

સુરત :ઉત્રાણ પોલીસે એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપી પાડ્યા

સુરત :ઉત્રાણ પોલીસે એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપી પાડ્યા
Spread the love

સુરત :ઉત્રાણ પોલીસે એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપી પાડ્યા
સાહિલ મજીદ મેમણ અને ઉવેઝ ઈમ્તીયાઝ શેખની ધરપકડ

ઉત્રાણ પોલીસે એમડી ડ્રગ્સ સહિત લાખોના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા જેમાંથી એક ભરૂચ પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ હોવાનુ સામે આવ્યુ છે.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ઉત્રાણ પોલીસની ટીમ પણ તહેવારોને લઈ પેટ્રોલિંગમાં હતી સાથે ડ્રગ્સની બદી દુર કરવા તપાસ કરી રહી હતી તે સમયે ઉત્રાણ પોલીસને એવી બાતમી મળી હતી કે કઠોરગામ આંબોલી રોડ સ્વાગત રેસીડેન્સી સામે જન્નત ટી સ્ટોલ પાસે બે ઈસમો ડ્રગ્સનુ વેચાણ કરે છે તેવી માહિતી મળતા ઉત્રાણ પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી બે આરોપીઓ સાહિલ ઉર્ફે ગાભણો મજીદ મેમણ અને ઉવેઝ ઈમ્તીયાઝ શેખને ઝડપી પાડ્યા હતાં અને તેઓ પાસેથી એમડી ડ્રગ્સ તથા મોબાઈલ, કાર, મોપેડ સહિત 8 લાખ 68 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો ઝડપાયેલા આરોપીઓમાં સાહિલ ગાભણો મેમણ ભરૂચના અંકલેશ્વર પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો હોવાની કબુલાત કરી હતી.

Exit mobile version