Site icon hindtv.in

સુરત ઉત્રાણ પોલીસે જુગારધામ પકડ્યો

સુરત ઉત્રાણ પોલીસે જુગારધામ પકડ્યો ૭ જુગારીઓને ઝડપી પાડ્યા
Spread the love

સુરત ઉત્રાણ પોલીસે જુગારધામ પકડ્યો
૭ જુગારીઓને ઝડપી પાડ્યા

સુરતની ઉત્રાણ પોલીસે મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી જુગાર રમતી સાત મહિલાઓને ઝડપી પાડી હતી.

સુરતમાં હવે મહિલાઓ પણ પુરૂષોની સમકક્ષ બની હોય તેમ જુગાર રમવામાં પણ આગળ આવી રહી છે. ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એનજી પટેલની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉત્રાણ સેન્ટોસા હાઈટ્સ બિલ્ડીંગમાં દરોડા પાડી મકાનમાં જુગાર રમતી સાત મહિલાઓ રેખા જુલાસણા, વૈશાલી મોરડીયા, મધુ વાળા, જયશ્રી પટેલ, નયના માવધીયા, રીના ગોલ અને જયશ્રી પરમારની ધરપકડ કરી તમામ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા 46 હજારથી વધુ કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version