Site icon hindtv.in

સુરત : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે

સુરત : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે
Spread the love

સુરત : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતની મુલાકાતે
ગૃહમંત્રી અમિત શાહ ઈસ્કોન મંદિરનુ ભુમિપુજન કર્યુ
અમિત શાહને જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

સુરત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ રાત્રી રોકાણ કર્યા બાદ સવારે ઈસ્કોન મંદિરનુ ભુમિપુજન કર્યુ હતું. અને ત્યાંથી અમિત શાહ અઠવાલાઈન્સ ખાતે આવેલા જૈન સંઘ દેરાસરે પહોંચ્યા હતાં.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે તેઓ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપી હતી. અમિત શાહ એ ઈસ્કોન મંદીરના ભૂમિપૂજન બાદ પોતાના સંબોધનમાં પણ ઈસ્કોન મંદિરના નિર્માણ અને તેના આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે. સી.આર. પાટીલે પણ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવીને સૌનો આભાર માન્યો હતો. તો ઈસ્કોન મંદિરના ભુમિપુજન બાદ અમિત શાહ અઠવાગેટ ખાતે આવેલ જૈન ગચ્છાધિપતિ વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજના દર્શન કર્યા હતાં. તો અમિત શાહને જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જેને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

Exit mobile version