Site icon hindtv.in

સુરત : તમિલનાડુ મર્કન્ટાઇલ બેન્ક સાથે 2.13 કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ

સુરત : તમિલનાડુ મર્કન્ટાઇલ બેન્ક સાથે  2.13 કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ
Spread the love

સુરત : તમિલનાડુ મર્કન્ટાઇલ બેન્ક સાથે 2.13 કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચે સંજય નન્નુ કાનાણીને વરાછા લજામણી ચોક ખાતેથી ઝડપી પાડ્યો

તમિલનાડુ મર્કન્ટાઈલ બેંકમાંથી લોન લઈ લોનની રકમ નહી ભરી અઢી વર્ષથી ભાગતા ફરતા ઠગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અઢી વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2023માં નોંધાયેલા ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી સંજય નન્નુ કાનાણીને મોટા વરાછા લજામણી ચોક ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા આરોપીએ જણાવ્યુ હતું કે પોતે મીલન એન્જીનીયરીંગના પ્રોપરાઈટર તીરેક તમિલનાડુ મર્કન્ટાઈલ બેંકમાંથી 2 કરોડ 13 લાખથી વધુની લોન મિલન એન્જીનીયરીંગ અંગેના ધંધા માટે લીધેલ હતી જો કે લોનના રૂપિયા નહી ભરી ઠગાઈ આચરી હતી. જે અંગે બેંક દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે કરોડોન બેંક લોન લઈ છેતરપિંડી કરનારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

Exit mobile version