Site icon hindtv.in

સુરત : આવા બોગસ ડોક્ટરથી ચેતીને રહેજો

સુરત : આવા બોગસ ડોક્ટરથી ચેતીને રહેજો
Spread the love

સુરત : આવા બોગસ ડોક્ટરથી ચેતીને રહેજો
લસકાણા પોલીસે ડિગ્રી વગરના નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો
ઓમ ક્લિનિકના નામે લોકોના જીવન જોખમમાં મૂકી રહ્યો હતો

સુરતની લસકાણા પોલીસે બાતમીના આધારે ડીગ્રી વગર લોકોની સારવાર કરનાર બોગસ ડોક્ટરને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ નાથવાની સાથે લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતા નકલી ડોક્ટરો સામે પણ કાર્યવાહી કરવા અપાયેલા આદેશને લઈ લસકાણા પોલીસે બાતમીના આધારે લસકાણા ગામ બળીયાદેવ મંદીર સામે ઉમીયા કોમ્પલેક્ષમાં ઓમ ક્લીનીકમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી ડીગ્રી વગર તેમજ બીમારીની સારવારની જાણકારી વગર એલોપેથિક દવાઓનો જથ્થો રાખી દર્દીઓની જીંદગી સાથે ચેંડા કરનાર મુળ વેસ્ટ બંગાળનો અને હાલ કાપોદ્રા ખાતે રહેતા ઉત્પલ રાજકુમાર રાયને ઝડપી પાડી તેવી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version