Site icon hindtv.in

સુરત એસઓજીની મોટી કાર્યવાહી, શિવા ઝાલા ગેંગનો સાગરીત રિવોલ્વર સાથે ઝડપાયો

સુરત એસઓજીની મોટી કાર્યવાહી, શિવા ઝાલા ગેંગનો સાગરીત રિવોલ્વર સાથે ઝડપાયો
Spread the love

સુરત એસઓજીની મોટી કાર્યવાહી, શિવા ઝાલા ગેંગનો સાગરીત રિવોલ્વર સાથે ઝડપાયો
કુખ્યાત શિવા ઝાલા ગેંગના રીઢા ગુનેગારને એસઓજીએ સળીયા પાછળ ધકેલ્યો
કાયદો વ્યવસ્થા જાળવવા સુરત પોલીસની કડક કાર્યવાહી, ગેંગના સાગરીતની ધરપકડ

સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ સતત મેદાને છે ત્યારે સુરત એસઓજીની ટીમે કુખ્યાત શિવા ઝાલા ગેંગના સાગરીત એવા રીઢા ગુનેગારને રિવોલ્વર સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનરદ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે સતત પેટ્રોલિંગ કરવા આપેલી સુચનાને લઈ એસઓજીની તપાસમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે ભારત ટ્રાન્સપોર્ટ ગોડાઉન તથા બકરામંડી વચ્ચેના રોડ પરથી કુખ્યાત શિવા ઝાલા ગેંગના સાગરીત એવા રીઢા આરોપી શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખને ઝડપી પાડી તેની પાસેથી રીવોલ્વર કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version