Site icon hindtv.in

સુરત એસઓજીની કાર્યવાહી, ભેસ્તાનમાંથી લાખોનો ગાંજો ઝડપાયો

સુરત એસઓજીની  કાર્યવાહી, ભેસ્તાનમાંથી લાખોનો ગાંજો ઝડપાયો
Spread the love

સુરત એસઓજીની કાર્યવાહી, ભેસ્તાનમાંથી લાખોનો ગાંજો ઝડપાયો
રહેણાંક ફ્લેટમાંથી ગાંજાના જથ્થા સાથે રોહિત કામળે ઝડપાયો
મહારાષ્ટ્રના રોહિત કામળેની એનડીપીએસ હેઠળ ધરપકડ

સુરત પોલીસની એસઓજીની ટીમે ભેસ્તાનના રહેણાંક ફ્લેટમાંથી લાખોના ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયન રોહિત કામળેને ઝડપી પાડ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા એનડીપીએસ સામે ઝીરો ટોલરન્સ પોલીસી નીતી અમલમાં મુકવામાં આવ્યો હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા સુરત શહેરમાં નશાના કારોબાર અને સેવન સામે કોઈપણ પ્રકારની બાંધછોડ નહી કરવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશનર ક્રાઈમ ડો. કરણરાજ વાઘેલાની સુચનાને લઈ એસઓજીની ટીમ માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઈસમોને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે મળેલી બાતમીના આધારે પાંડેસરા પ્રમુખપાર્ક સોસાયટીમાં આવેલ સત્યમટાવરમાં દરોડા પાડી ત્યાંના ફ્લેટમાંથી આરોપી રોહિત છોટુ કામળેને ઝડપી પાડી તેની પાસેથી 70 લાખથી વધુની કિંમતનો 140.390 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે રી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version