સુરત એસઓજીની ટીમે વેડરોડ પરથી ગાંજાના જથ્થા સાથે બે ને ઝડપ્યા
ગાંજાના જથ્થા સાથે બે ઓરિસ્સાવાસીઓને ઝડપી પાડ્યા
કાલુચરણ નારાયણ મહંતી અને જીતુ ટુન્ના પ્રધાનને ઝડપ્યા
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત એસઓજીની ટીમે વેડરોડ પરથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે બે ઓરિસ્સાવાસીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત એસઓજીની ટીમ ડીસીપી રાજદિપસિંહ કુમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ જલુભાઈ અને અહેકો રામજીભાઈને મળએલી બાતમીના આધારે વેડરોડ ખાતે આવેલ અખંડ આનંદ કોલેજ સામે આવેલ મીના નગર કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના મકાનમાંથી બે ઓરિસ્સાવાસી કાલુચરણ નારાયણ મહંતી અને જીતુ ટુન્ના પ્રધાનને ઝડપી પાડી તેઓ પાસેથી 10 લાખની કિંમતનો 20 કિલો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન મળી 10 લાખ 25 હજારની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

