Site icon hindtv.in

સુરત એસઓજીની ટીમે ડ્રાઈવીંગ લર્નિંગ લાયસન્સ રેકેટ ઝડપ્યું

સુરત એસઓજીની ટીમે  ડ્રાઈવીંગ લર્નિંગ લાયસન્સ રેકેટ ઝડપ્યું
Spread the love

સુરત એસઓજીની ટીમે ડ્રાઈવીંગ લર્નિંગ લાયસન્સ રેકેટ ઝડપ્યું
કાપોદ્રા વિસ્તારમાંથી બનાવટી ડ્રાઈવીંગ લર્નિંગ લાયસન્સ
રઘુ માણીયા, ધર્મેશ શેખડીયા, આરટીઓ પટેલ અને રવિ ગાંગડીયા ઝડપાયા

સુરત એસઓજીની ટીમે કાપોદ્રા વિસ્તારમાંથી બનાવટી ડ્રાઈવીંગ લર્નિંગ લાયસન્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરી ચાર આરોપીઓની ધપકડ કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા ઈસમોને શોધી કાઢવા આપેલી સુચાને લઈ એસઓજી ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એએસ સોનારાની ટીમ તપાસમાં જોડાઈ હતી ત્યારે પીએસઆઈ એમડી સરવૈયાની ટીમના એએસઆઈ યુવરાજસિંહ અને અહેકો જીતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાંથી બનાવટી ડ્રાઈવીંગ લર્નીંગ લાયસન્સ બનાવી આપનાર ચાર આરોપીઓ પ્રજેશ ઉર્ફે રઘુ માણીયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ શેખડીયા, પ્રફુલ ઉર્ફે આરટીઓ પટેલ અને રવિ ગાંગડીયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી 4 મોબાઈલ ફોન તથા અલગ અલગ 13 લોકોના બનાવટી લર્નિંગ લાયસન્સ મળી 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version