સુરત એસઓજી પોલીસને મોટી સફળતા મળી
એમડી માફીયા પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા
ભાઠેનામાં 25 સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલરૂમ ઊભો કર્યો
પેડલરોને વોકીટોકીથી મેસેજ આપી રોજનું દોઢ લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાયો
સુરત એસઓજીની ટીમને ફરી એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ત્યારે ભાઠેનામાં 25 સીસીટીવી લગાવી ઘરમાંથી એમડી ડ્રગ્સ વેંચાણ કરનારને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરતમાં ફરી એમડી માફીયા પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા છે. સુરતના ભાઠેનામાં 25 સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલરૂમ ઊભો કર્યો હતો. અને પેડલરોને વોકીટોકીથી મેસેજ આપી રોજનું દોઢ લાખનું ડ્રગ્સ માફિયા વેંચતો પકડાયો છે. માત્ર 3 ચોપડી ભણેલો માફિયા ઘરની આસપાસના રોડ પર 500 મીટરમાં સીસીટીવી ગોઠવી ઘરમાં બેઠો-બેઠો પોલીસ આવે છે કે નહીં તે જોતો હતો. ઘરમાં 55 ઈંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો ડ્રગ્સ માફિયા ડ્રગ્સ લેવા આવનાર પેડલર કોડ વર્ડ એટલે કે કપડે લેને આયા હૈ. કોડવર્ડ આપે એટલે ડ્રગ્સ વેચાતું હતું. એમડી પેડલર શિવરાજસિંહ ઝાલાએ ઝૂંપડાંઓની વચ્ચે અદ્યતન સુવિધાઓ ઉભી કરી 3 માળનો બંગલો બનાવ્યો હતો. તો ડ્રગ્સ વેચીને મેળવેલા રોકડા 16 લાખ પોલીસે જપ્ત કર્યા હતાં. તો એસઓજીની તપાસમાં આરોપી શિવરાજસિંહ ઝાલાના ઘરેથી મળેલી બે લોડેડ પિસ્તોલ, 4 વોકીટોકી, 16 લાખ રોકડા, ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા હતાં. તો ઘરમાં બેસી માફિયા સીસીટીવીમાં પોલીસને જોતો રહ્યો અને 20 બાઈક પર ગયેલા 27 પોલીસે ચારે બાજુથી ઘરને ઘેરી ઝડપ્યો હતો.

