Site icon hindtv.in

સુરત સારોલી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટલ ઝડપી

સુરત સારોલી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટલ ઝડપી
Spread the love

સુરત સારોલી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટલ ઝડપી
વૈભવ સંજય ઈગલે નામના ઈસમને આંતર્યો
બિહારથી પિસ્ટલ લાવી સુરતમાં અંકિત ઉપાધ્યાયને આપતો

સુરત સારોલી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર ડી ડીવીઝનની સુચનાને લઈ  સારોલી પોલીસની ટીમ પીઆઈ એસઆર વેકરીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ રાણાની ટીમના અહેકો વિપુલસિંહ અને અપોકો વિલેશને મળેલી બાતમીના આધારે કડોદરા તરફથી આવતા વૈભવ સંજય ઈગલે નામના ઈસમને આંતર્યો હતો અને તેની બેગની તપાસ કરતા તેમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. તો બિહારથી પિસ્ટલ લાવ્યો હોવાનુ અને સુરતમાં અંકિત ઉપાધ્યાયને આપવાનો હોવાની કબુલાત કરતા અંકિત ઉપાધ્યાયને પણ ઝડપી પાડ્યો હતો. જ્યારે બિહારથી પિસ્ટોલ મોકલનારને વોન્ટેડ જાહેર કરાયો હતો.

Exit mobile version