Site icon hindtv.in

સુરત સારોલી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપ્યો

સુરત સારોલી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપ્યો
Spread the love

સુરત સારોલી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બેને ઝડપ્યો
એમડી ડ્રગ્સ લઈ પાલિતાણા જઈ રહેલા બે યુવાનો ઝડપાયા
અઢી કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો,

સુરતની સારોલી પોલીસે મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ પાલિતાણા જઈ રહેલા બે યુવાનોને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સારોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સુરત કડોદરા રોડ સાબરગામ ખાતે રાધા રમણ સોસાયટીના પાછળના ભાગેથી બે ઈસમો કે જે ભાવનગરના પાલીતાણા ખાતે રહેતા મયુદ્દીન અકબર ચાવડા તથા આબીદ હાજી શ્રીમાળીને ઝડપી પાડ્યા હતાં અને તેઓની ઝડતી લેતા તેઓ પાસેથી 78 લાખ 39 હજારની કિંમતનો 2.613 ગ્રામ એમડી ડ્રગ્સ તથા મોબાઈળ, કોળીઓ, ટ્રાવેલીંગ બેગ, કોલેજ બેગ મળી 78 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો આરોપીઓની પુછપરછ કરતા તેઓએ મુંબઈના ઈમરાન પાસેથી એમડી ડ્રગ્સ પાલીતાણાના વસીમ રફીક મેહતરના કહેવાથી લાવી પાલીતાણા વસીમને આપવા જઈ રહ્યા હોવાની કબુલાત કરી હતી. હાલ તો આ મામલે સારોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version