Site icon hindtv.in

સુરત ગ્રામ્ય પોલીસની કાર્યવાહી

સુરત ગ્રામ્ય પોલીસની કાર્યવાહી
Spread the love

સુરત ગ્રામ્ય પોલીસની કાર્યવાહી
પલસાણામાં રૂમ પર દરોડો પાડી 1.488 કિલો ગાંજો જપ્ત,
એક શખ્સની ધરપકડ

પલસાણાથી સુરત જીલ્લા એસઓજી દ્વારા ગાંજાનો જથ્થો ઝડપાયો: એક આરોપીની ધરપકડ, એક વોન્ટેડ

સુરત જિલ્લા જીલ્લા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ પલસાણા વિસ્તારમાં એક મોટી સફળતા મેળવી છે. તેમણે એક વ્યક્તિ પાસેથી 1.488 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. ​પોલીસે બિહારના વતની પપ્પુ પાસવાન નામના એક શખ્સની ધરપકડ કરી છે. તેની પાસેથી મળી આવેલ ગાંજાની બજાર કિંમત અંદાજે રૂ. 14,880 હોવાનું મનાય છે. ગાંજાના આ જથ્થા ઉપરાંત, પોલીસે અન્ય વસ્તુઓ પણ જપ્ત કરી છે, જેમાં મોબાઈલ ફોન અને રોકડનો સમાવેશ થાય છે. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ. 28,980 જેટલી થાય છે. ​પૂછપરછ દરમિયાન, પપ્પુ પાસવાને ખુલાસો કર્યો છે કે આ ગાંજાનો જથ્થો તેને પવન વર્મા નામના શખ્સે પૂરો પાડ્યો હતો. પોલીસે હવે પવન વર્માને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે અને તેને વોન્ટેડ જાહેર કર્યો છે. સુરત જિલ્લા SOG એ આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને પપ્પુ પાસવાન વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે

Exit mobile version