સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
બારડોલીના માણેકપુરગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 પરથી દારૂ
ટ્રેલર ચાલક રાજસ્થાનના ડુંગરારામ રાવતારામ મેઘવાલને ઝડપ્યો

સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે બાતમીના આધારે બારડોલીના માણેકપુરગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 53 પરથી વિદેશી દારૂનો ગેર કાયદેસર જથ્થો વહન કરી લઈ જતા બુટલેગરનો કીમીયો ઉજાગર કરી કરોડોનો દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી એકની ધરપકડ કરી હતી.

સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઈ આરબી ભટોળની સુચનાને લઈ પીએસઆઈ એચસી મસાણીની ટીમ પેટ્રોલિંગમાંહ તી ત્યારે અહેકો ચિરાગકુમાર અને અરતજીને મળેલી બાતમીના આધારે બારડોલી તાલુકાના માણેકપુરગામની સીમમાંનેશનલ હાઈવે નંબર 53 પરથી વિદેશી દારૂનો ગેકાયદેસર જથ્થો વહન કરી લઈ જવાનો બુટલેગરોનો કિમિયો ઉજાગર કરી ટાટા ટ્રેલર ચાલક રાજસ્થાનના ડુંગરારામ રાવતારામ મેઘવાલને ઝડપી પાડ્યો હતો અને ટ્રેલરની ઝડતી લેતા તમાંથી 1 કરોડ 3 લાખ 74 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, ટ્રેલર, મોબાઈલ, રોકડા રૂપિયાસ હિત 1 કરોડ 38 લાખ 99 હજારથી વધુની મત્તા કબ્જે કરી દારૂનો જથ્થો મોકલનાર હરલાલરામ જાટને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *