Site icon hindtv.in

સુરત રાંદેર પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપ્યો

સુરત રાંદેર પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપ્યો
Spread the love

સુરત રાંદેર પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપ્યો
રાંદેર બસ સ્ટોપ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડા
જાવેદ મજિદ કુરેશીને ઝડપી પાડી 249.870 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની રાંદેર પોલીસે રાંદેર બસ સ્ટોપ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડા પાડી ત્યાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ ટીબી પંડ્યાની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ ડ્રગ્સની બદીને દુર કરવા મેદાને હતી ત્યારે બાતમીના આધારે રાંદેર પોલીસની ટીમે રાંદેર બસ સ્ટોપ પાસે આવેલા કુરેશી એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી પોલીસે ત્યાં જ રહેતા જાવેદ મજિદ કુરેશીને ઝડપી પાડી તેની પાસેથી 249.870 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. હાલ રાંદેર પોલીસે ડ્રગ્સ માફીયા જાવેદ મજીદ કુરેશીની ધરપડક કરી તે ક્યાંથી ડ્રગ્સ લાવ્યો હતો અને કઈ રીતે કોને વેંચતો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

Exit mobile version