Site icon hindtv.in

સુરત રેલ્વે પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

સુરત રેલ્વે પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
Spread the love

સુરત રેલ્વે પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
નશીલા પદાર્થોની હેરાફેરી પર મોટી કાર્યવાહી કરી
પૂરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો

સુરત રેલ્વે પોલીસે ટ્રેન મારફતે થતી નશીલા પદાર્થોની હેરાફેરી પર મોટી કાર્યવાહી કરી છે. પૂરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી પોલીસે 11 લાખથી વધુ કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, નિયોલ રેલવે સ્ટેશન નજીક પહોંચતા પહેલા ટ્રેનના રિઝર્વેશન કોચ અને એન્જિનથી બીજા નંબરના જનરલ કોચની વચ્ચે એક બિનવારસી બેગ જોવા મળી હતી. પોલીસે અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે આ બેગને ચેક કરી હતી. તપાસ દરમિયાન બેગમાં ‘વિમલ’ લખેલો થેલો મળી આવ્યો હતો, જેમાંથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. પોલીસે તરત જ સમગ્ર જથ્થો કબ્જે કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પરપ્રાંતથી ગેરકાયદેસર રીતે આ ગાંજાનો જથ્થો ટ્રેન મારફતે લાવવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે 11 લાખ 94 હજાર 750 રૂપિયા થાય છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને આ ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. સુરત પોલીસની આ કાર્યવાહી નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક સંદેશ આપતી કામગીરી તરીકે જોવામાં આવી રહી છે.

Exit mobile version