સુરત રેલ્વે પોલીસે ટ્રેન મારફતે દારૂની હેરાફેરી પકડી
પોલીસે આરોપીઓ પાસેથી લાખોનો દારૂનો જથ્થો કબ્જે કર્યો
સુરેશ કારડા, રત્નેશ સોનાર અને જયેશ ગાયકવાડની ધરપકડ
સુરત રેલ્વે પોલીસે ટ્રેન મારફતે દારૂની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી લાખોનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.
સુરત રેલ્વે સ્ટેશન પર અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા પી.આઈ. જેબી મીઠપરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે આધારે વિવારથી ભરૂચ જતી મેમુ ટ્રેનમાં ત્રણ ઈસમો ટ્રોલી બેગોમાં દારૂનો જથ્થો લઈ જનરલ કોચમાં બેઠા છે જે માહિતીના આધારે ઉદના રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવતા જ પીએસઆઈ આરએમ રાઠોડ અને પોહેકો પંકજકુમાર સહિતનાઓ ટ્રેનમાં જઈ બાતમીવાળા ઈસમોની ટ્રોલી બેગો તપાસતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 2.53 લાખનો દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન મળી 2 લાખ 83 હજારથી વધુની મત્તા કબ્જે કરી આરોપીઓ સુરેશ કારડા, રત્નેશ સોનાર અને જયેશ ગાયકવાડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
