Site icon hindtv.in

સુરત : પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

સુરત : પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
Spread the love

સુરત : પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
સુરત રેલવે સ્ટેશન પર 36 કિલો ગાંજા સાથે એસઓજીએ એકને દબોચ્યો
એસઓજીએ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગુજરાત રેલવેના ડીજીપી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને અન્ય માદક પદાર્થની હેરાફેરી અટકાવવા માટે એક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એનડીપીએસની ટીમ નવી બનાવાઈ છે અને આ ટીમ દ્વારા સુરત રેલ્વે સ્ટેશન પરથી ગાંજાનો જથ્થો પકડી પડાયો હતો.

પશ્ચિમ રેલવેમાં પુરી થી અમદાવાદ તરફ જતી પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગત મોડી રાતે ગવર્મેન્ટ રેલવે પોલીસને એસઓજી અને એનડીપીએસના સંયુક્ત ઓપરેશનથી રિઝર્વેશન કોચમાંથી 36 કિલો ના વિપુલ ગાંજાના જથ્થા સાથે એક યુવાનને ધરપકડ કરાઈ હતી. પશ્ચિમ રેલવેમાં પુરી થી અમદાવાદ તરફ આવતી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત તરફ ઓરિસ્સા માંથી માદક પદાર્થનો જથ્થો અવાર નવાર આવતો હોય છે જેને ધ્યાનમાં રાખીને હાલમાં પશ્ચિમ રેલવેના ગુજરાતના રેલવે પોલીસના ડીજીપી મનોજ અગ્રવાલ એ રેલવેમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટેના કડક નિર્દેશ આપવામાં આવ્યા હતા જેના ભાગરૂપે બરોડા ડિવિઝનમાં ગવર્મેન્ટ રેલવે પોલીસના એસપી તરીકે કાર્યરત અભય સોની દ્વારા વિશેષ મુહીમ શરૂ કરવામાં આવી હતી. અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે એનડીપીએસની ટીમ પણ સંયુક્ત પેટ્રોલિંગ કરીને માદક પદાર્થની હેરાફેરી અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આનવ્યા હતાં. જેના ભાગરૂપે સોમવારે મધ્ય રાતે પૂરી થી અમદાવાદ આવતી પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એનડીપીએસ રેલવેની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના એસ થ્રી અને ફોર કોચમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક યુવાન પ્રતાપ ચંદ્ર ગોડને ઝડપી પાડ્યો હતો તો આ જથ્થો સુરત રેલવે સ્ટેશન પર ઉતરવાનો હોવાની કબુલાત કરી હતી. હાલ તો પોલીસે 3 લાખથી વધુની કિંમતના 36 કિલો ગાંજાનો જથ્થો તથા અન્ય મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version