સુરત પુણા પોલીસે ઠગોને ઝડપી પાડ્યા
લીલા મરચાનો 1 લાખ 67 હજારનો માલ ઉધારીમાં લઈ જઈ ઠગાઈ
ઠગાઈ આચરનાર જમાલુદ્દિન માધુ અને ફરદીન પઠાણ ઝડપાયા
સુરત પુણા પોલીસે વેપારી તરીકે ખોટા નામે ઓળખ આપી લાલ મરચાનો લાખોનો માલ લઈ જઈ ઠગાઈ આચરનારા ઠગોને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલામ મિણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર ની સુચનાને લઈ પીઆઈ વીએમ દેસાઈની ટીમ પીએસઆઈ એચજે દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે પુણા પોલીસ મથકમાં વેપારી તરીકે ખોટા નમે ઓળખ આપી ફરિયાદી પાસેથી લીલા મરચાનો 1 લાખ 67 હજારનો માલ ઉધારીમાં લઈ જઈ ઠગાઈ આચરનાર જમાલુદ્દિન માધુ અને ફરદીન પઠાણને ઝડપી પાડી તેઓની ધરપકડ કરી હતી.

