સુરત પુણા પોલીસે હત્યારા પતિને ઝડપ્યો
રાજીવ નગર ઝુપડપટ્ટી ખાતે પરિણીતાને માર મારી હત્યા કરી
હત્યારા અબિમાનચંદ્ર જૌખુરામ પટેલ કુર્મીને ઝડપી પાડ્યો
સુરત પુણા પોલીસે રાજીવ નગર ઝુપડપટ્ટી ખાતે પરિણીતાને માર મારી હત્યા કરનાર હત્યારા પતિને ઝડપી પાડી સળીયા પાળ ધકેલી દીધો હતો.
સુરતના પુણા પોલીસ મથકની હદમાં ગત 13 મેના રોજ રાજીવ નગર ઝુપડપટ્ટી ખાતે એક મહિલાની તેના પતિએ શારીરિક ત્રાસ આપી મારઝુડ કરી ધાકધમકી આપી હત્યા કરી હોય જે મામલે પુણા પોલીસે ગુનો નોંધી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચના બાદ પીઆઈ વીએમ દેસાઈની ટીમે પીએસઆઈ પીએલ કળથીયાના માર્ગદર્શન હેઠલ અલગ અલગ ટીમો બનાવી પત્નિની હત્યા કરનાર હત્યારા પતિ એવા મુળ યુપીનો અને હાલ ઉમરવાડા ખાતે રાજીવ નગર ઝુપડપટ્ટીમાં રહેતા અબિમાનચંદ્ર જૌખુરામ પટેલ કુર્મીને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

