Site icon hindtv.in

સુરત પોલીસ દ્વારા આજે સોથી મોટી કાર્યવાહી કરવામાં આવી

સુરત પોલીસ દ્વારા આજે સોથી મોટી કાર્યવાહી કરવામાં આવી
Spread the love

સુરત પોલીસ દ્વારા આજે સોથી મોટી કાર્યવાહી કરવામાં આવી
પહલગામ આતંકી ઘટના બાદ પોલીસની ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક
સર્જિકલ સ્ટ્રાઇક કરી ૧૩૪ જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી

સુરત પોલીસ દ્વારા આજે સોથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ૧૩૪ જેટલા બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી છે. આ અંગે ગૃહ રાજ્યમત્રીએ કહ્યું હતું કે , ગેરકાયદેસર ગુજરાતમાં જે પણ ખુણામાં વિદેશી નાગરીકો રેહતા હોય એ તમામ લોકો સરેન્ડર કરી દેજો બાકી પોલીસ ઘરે ઘરે સર્ચ કરી તમને શોધશે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 25 એપ્રિલની મોડીરાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે.સુરત પોલીસની 6 ટીમ જેમાં 2 DCP, 4 ACP અને 10 PI સહિત 100 પોલીસકર્મીઓ હતા. આ ટીમોએ શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 135થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી. બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડ કવાર્ટર લઈ જવામાં આવ્યાં હતાં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરીએથી રાજ્યના ડીઆઇજી સહિત જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો બંગાળમાંથી ખોટા દસ્તાવેજ બનાવી ગુજરાત અને અન્ય રાજ્યમાં રહી ચૂક્યા છે. તેઓ ડ્રગ્સ અને હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા છે.2 અલકાયદા માટે સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા. તેઓએ વહેલામાં વહેલી તકે શરણાગતી સ્વીકારી લેવી જોઇએ. નહીંતર અત્યાર સુધી ન થઈ હોય તેવી કાર્યવાહી થશે.

 

Exit mobile version