સુરતની સારોલી પોલીસે બે પિસ્તોલ સાથે આરોપીને ઝડપી પાડ્યો
પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો
પોલીસ વાહન ચેકીંગ કરતી હતી ત્યારે મળી હતી બાતમી
પોલીસે બે પીસ્ટલ સાથે નવાબઅલી નામના વ્યક્તિને ઝડપી પાડ્યો
સુરતમાં શાંતી અને સલામતી માટે સુરત પોલીસ સતત પ્રયતનો કરે છે. ત્યારે સુરતની શાંતી અને સલામતી માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે સુરતની સારોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે પિસ્ટોલ અને ચાર મેગ્જીન અને બે જીવતા કાર્ટીઝ સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરત શહેરની શાંતી અને સલામતી જળવાઈ રહે અને શહેરના નાગરીકો શાંતી અને ભયમુકત રીતે રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાઈ રહે તે હેતુથી સુરત શહેરના પોલીસ કમીશ્નર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશનર સેકટર વન, નાયબ પોલીસ કમીશ્નર ઝોન વન, અને મદદનીશ પોલીસ કમીશ્નર બી ડીવીઝન નાઓએ હાલની પરીસ્થિતીને ધ્યાને લઈ ગેર કાયદેસરના અગ્ની શસ્ત્રો એટલે કે દારૂ ગોળો તથા સુરત શહેરમાં હથીયારોની હેરા-ફેરી કરતા ઈસમોને શોધી કાઢવા જરૂરી સારૂ સુચનાઓ આપી હોય જે અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એસ.આર. વેકરીયા નાઓની આગેવાની અને માગદર્શન હેઠળ સારોલી પોલીસ મથકના પી.એસ.આઈ. એચ.એલ. દેસાઈ તથા પી.એસ.આઈ. એસ.બી.નકુમ અને બીજા સ્ટાફના માણસો સાથે નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મનિષભાઇ વિઠ્ઠલભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હિમંતભાઇ માવજીભાઇને બાતમી મળી હતી કે કડોદરા તરફથી નવાબ અલી નામનો ઈસમ સુરત શહેર તરફ આવે છે તેની પાસે રહેલ બેગમાં દેશી હાથ બનાવટની બે પિસ્તોલ છે, જેણે શરીરે કાળા કલરની હાફ બાયનું ટી-શર્ટ તથા વાદળી કલરનુ નાઈટ પેન્ટ પહેરેલ છે. વિગેરે મતલબની બાતમી હકિકત આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેક પોસ્ટ પાસે જાહેરમાં બાતમી હકિકતવાળા નવાબ અલીને પકડી તેની ઝડતી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની બે પિસ્ટલો તથા જીવતા કાર્ટીઝ અને ખાલી મેન્જીન તથા મોબાઈલ ફોન 31 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જ્યારે નવાબઅલી દોસતઅલીની ધરપકડ કરી તેને પિસ્ટલો આપનાર લવકુશ કુસ્વાહ તથા સુરત ખાતે પિસ્ટોલો લેનાર નક્સા નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

