Site icon hindtv.in

સુરત પોલીસનું ઓપરેશન તડીપાર શરૂ

સુરત પોલીસનું ઓપરેશન તડીપાર શરૂ
Spread the love

સુરત પોલીસનું ઓપરેશન તડીપાર શરૂ
એસઓજીની કાર્યવાહી દરમિયાન 24 ઇસમોને ઝડપ્યા
હદપારના હુકમનો ભંગ કરી શહેરમાં છુપાઈને રહેતા લોકો સામે કાર્યવાહી

સુરત પોલીસનું ઓપરેશન તડીપાર શરૂ થતાં જ ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હોય તેમ એસઓજીની કાર્યવાહી દરમિયાન હદપારના હુકમનો ભંગ કરી શહેરમાં છુપાઈને રહેતા 24 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

સુરત શહેર પોલીસ કમિશનરના આદેશથી એસઓજી દ્વારા ઓપરેશન તડીપાર હાથ ધરવામાં આવ્યું છે. નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ સહિતના અધિકારીઓની આગેવાની હેઠળ અલગ-અલગ ટીમો બનાવી શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીસીબી દ્વારા આપવામાં આવેલા 167 તડીપાર ઇસમોના લિસ્ટમાંથી એસઓજીની ટીમે અત્યાર સુધીમાં 80 ઈસમોનું ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન હદપારના હુકમનો ભંગ કરીને સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હાજર મળી આવેલા કુલ 24 ઈસમોને અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તમામ 24 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત એસઓજીની આ કાર્યવાહીથી હદપારના હુકમનો ભંગ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે.

Exit mobile version