Site icon hindtv.in

દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ ઉપર

દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ ઉપર
Spread the love

દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ ઉપર
સુરતમાં એઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ
પોલીસે ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ શરૂ કર્યો

દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ પર હોય સુરત શહેરના 1100 જેટલા હિસ્ટ્રી શીટરોનો ડેટા અપલો કરી એઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરી રહી છે.

દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસે ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ રહ્યું છે. આ કેમેરામાં શહેરના 1100 જેટલા હિસ્ટ્રી શીટરો ડેટા અપલોડ કરાયો છે. જે ડેટાના આધારે એઆઈ કેમેરાનુ ઓટોમેટીક નિરીક્ષણ કરાઈ છે. આ હિસ્ટ્રી શીટરોની શહેરના વિવિધ વિસ્તારોમાં થતી ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાય છે.

Exit mobile version