સુરત પોલીસ દ્વારા હાલ ઉંચા અવાજે હોર્ન વગાડનાર સામે કાર્યવાહી
કતારગામ વિસ્તારમાં પણ ડ્રાઈવ રખાઈ
120 થી 150 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનાર રિક્ષા ચાલક સામે કાર્યવાહી
સુરત પોલીસ દ્વારા હાલ ઉંચા અવાજે હોર્ન વગાડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની સાથે જાગૃત્ત કરાઈ રહ્યા છે. તો કતારગામ વિસ્તારમાં પણ ડ્રાઈવ રખાઈ હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી. ઊંચા અવાજે હોર્ન વગાડતા રીક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતાં. રીક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા તો કેટલાક વાહન ચાલકોને મેમો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે. એક મશીન વડે ધ્વનિ માપવામાં આવે છે અને 120 થી 150 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનાર રિક્ષા ચાલકના હોર્ન કાઢવામાં આવે છે. તો લોકોને જાગૃત થવા અપીલ કરવામાં આવી છે.
