Site icon hindtv.in

સુરત પોલીસે મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી

સુરત પોલીસે મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી
Spread the love

સુરત પોલીસે મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી
ચોક બજાર પોલીસે ઈજ્રાઈના કાસમ સંઘવાનીને ઝડપી
4 લાખ 10 હજારની કિંમતનો ગાંજાના જથ્થા સાથે ઝડપી

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ચોક બજાર પોલીસે બાતમીના આધારે એક મહિલાના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના નો ડ્રગ્સ ઈન સુરત સીટ અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન મદદનીશ પોલીસ કમિશનર આરઆર આહીરના માર્ગદર્શન હેઠળ પીઆઈ એનજી ચૌધરીની ટીમ પીએસઆઈ વીટી ડોડીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રાહુલભાઈ, મહાવિરસિંહ અને સંજયસિંહને મળેલી બાતમીના આધારે કતારગામ ભરીમાતા રોડ પરથી એક મહિલા ઈજ્રાઈના કાસમ સંઘવાનીને અધધ કહેવાય તેટલો 4 લાખ 10 હજારની કિંમતનો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેને સળીયા પાછળ ધકેલી દીધી હતી.

Exit mobile version