સુરત પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂડિયા પકડ્યા
નશામાં ચુર લોકો પર લાલ આંખ કરી હતી
વાહન ચેકિંગ દરમિયાન 300 થી વધુ દારૂડિયા પકડાયા
સુરત પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન નશામાં ચુર લોકો પર લાલ આંખ કરી હતી અને નાકાબંધી, વાહન ચેકિંગ દરમિયાન 300થી વધુ દારૂડિયા પકડાયા હતાં.
સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન નશામાં ચૂર લોકો પર પોલીસે લાલ આંખ કરી હોય તેમ શહેરના અલગ અલગમાં નાકાબંધી, વાહન ચેકિંગ દરમિયાન 300થી વધુ દારૂડિયાઓને પોલીસે ઝડપ્યા હતાં. નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસ તૈનાત હતી ત્યારે શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ અને મુખ્ય સર્કલો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા વાહન ચાલકોની બ્રેથ એનાલાઈઝર દ્વારા તપાસ કરી હતી. જે લોકો નશાની હાલતમાં જણાયા તેમની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી. તો પકડાયેલા તમામ 300થી વધુ આરોપીઓને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના લોહીના નમૂના લઈ કાયદેસરની મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તો શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં દારૂબંધીના કાયદા હેઠળ આ તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

