સુરત પોલીસે એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
દિપકસિંહ છોટેલાલસિંહ રાજપુતને ઝડપી પાડ્યો
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની એલસીબી ઝોન 1 ની ટીમે પુણા પોલીસ મથકમાં ઝડપાયેલો એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને અધિક પોલીસ કમિશનર મીણાની સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર આલોકકુમારની એલીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો હરિસિંહ અને આનંદકુમારને મળેલી બાતમીના આધારે પુણા પોલીસ મથકમાં એનડીપીએસના એટલે કે ગાંજાના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા દિપકસિંહ છોટેલાલસિંહ રાજપુતને ઝડપી પાડી તેનો કબ્જો પુણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

