થર્ટી ફર્સ્ટને લઈ સુરત પોલીસ મેદાને
વરાછા વિસ્તારમાં ડીસીપી ઝૉન વનની આગેવાનીમાં ચેકીંગ
31 ડિસેમ્બર શાંતિથી ઉજવી શકે તે માટે ચેકિંગ
થર્ટી ફર્સ્ટને લઈ સુરત પોલીસ મેદાને આવી ગઈ છે. ત્યારે વરાછા વિસ્તારમાં ડીસીપી ઝૉન વનની આગેવાનીમાં વાહન ચેકીંગ સહિત તપાસ હાથ ધરાઈ હતી.
સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ રસ્તા પર ઉતરી આવી છે. 31 ડિસેમ્બરની અપેક્ષાએ વિવિધ સ્થળોએ પોલીસ તૈનાત કરવામાં આવી છે. સુરતના ડીસીપી ઝોન વન આલોક કુમાર ટીમ સાથે વિસ્તારમાં તપાસમાં નીકળ્યા હતાં. અને લોકો 31 ડિસેમ્બર શાંતિથી ઉજવી શકે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. તો ચેકિંગ દરમિયાન જો કોઈ નિયમોનો ભંગ કરતો જોવા મળશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયુ હતું.

