Site icon hindtv.in

સુરત પોલીસે બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવા ઓપરેશન હાથ ધર્યું

સુરત પોલીસે બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવા ઓપરેશન હાથ ધર્યું
Spread the love

સુરત પોલીસે બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવા ઓપરેશન હાથ ધર્યું
ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓ સામે સ્પેશ્યલ કોમ્બિંગ હાથ ધરાયુ
વરાછા, સારોલી, પુણા સહિતની પોલીસ દ્વારા પણ મોડી રાત્રે કોમ્બિંગ કર્યુ
પોલીસે 49 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની તપાસ કરી

સુરત પોલીસ દ્વારા હાલ ગેરકાયદે ઘુસણખોરી કરી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓ સામે સ્પેશ્યલ કોમ્બિંગ હાથ ધરાયુ છે જેના અનુસંધાને સુરતની વરાછા, સારોલી, પુણા સહિતની પોલીસ દ્વારા પણ મોડી રાત્રે કોમ્બિંગ કર્યુ હતુ અને શંકાસ્પદ લાગતા લોકોના ડોક્યુમેન્ટ ચેક કરવાની સાથે તેઓના વતનના ગામના સરપંચને કોલ કરીને પણ તપાસ કરવામાં આવી રહી હોવાનુ પોલીસે જણાવ્યુ હતું.

જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા કરાયેલા હુમલાને લઈ દેશભરમાં રોષ છે. ત્યારે સુરત પોલીસે ગેરકાયદે ઘુસણખોરી કરી સુરતમાં રહી મજુરી સહિતની રોજગારી મેળવનારાઓ સામે લાલ આંખ કરી છે. સુરત પોલીસે બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવા ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે વરાછા, પુણા અને સારોલી પોલીસ દ્વારા પોતાના વિસ્તારોમાં કોમ્બિંગ નાઇટ કરી હતી, જેમાં આશરે 49 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની તપાસ કરી હતી. પોલીસે ફોનની તપાસ કરતાં બાંગ્લાદેશમાં કોલ કર્યા હોવાનું જણાયું હતું, જેથી પોલીસ હવે તે દિશામાં પણ તપાસ કરાશે. પોલીસે તેમના ડોક્યુમેન્ટોની પણ તપાસ કરી વતનના ગામના સરપંચને કોલ કરી બાંગ્લાદેશી છે કે કેમ તે બાબતે તપાસ કરી હતી. ઉપરાંત કોલ ડિટેઇલની પણ તપાસ કરી છે. જેમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તો આ અંગે પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી હતી.

Exit mobile version