Site icon hindtv.in

સુરત પોલીસ કમિશ્નરની પત્રકાર પરિષદ

સુરત પોલીસ કમિશ્નરની પત્રકાર પરિષદ
Spread the love

સુરત પોલીસ કમિશ્નરની પત્રકાર પરિષદ
ભેસ્તાનમાં સતીષ મરાઠાની હત્યાના આરોપી ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચ, તાપી એલસીબી અને ભેસ્તાન પોલીસનું સંયુક્ત ઓપરેશન

સુરતના ભેસ્તાનમાં સતીષ ઉર્ફે સતીષ મરાઠાની ચકચારી હત્યા કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ, તાપી એલસીબી અને ભેસ્તાન પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી ગણતરીના કલાકોમાં જ ચાર આરોપી અને ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને ઝડપી પાડ્યા હતાં. તો પોલીસે દેશી પિસ્તોલ, તમંચો અને વાહનો સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં સતીષ ઉર્ફે સતીષ મરાઠાની હત્યા બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે માહિતી મળી હતી કે આરોપીઓ મહારાષ્ટ્ર તરફ ભાગવાની તૈયારીમાં છે. ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી જિલ્લા એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત-ધુલિયા હાઈવે પર નાકાબંધી કરી હતી. આ ઓપરેશનમાં ચાર આરોપી અને ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી બે દેશી પિસ્તોલ, એક તમંચો, એક મેગેઝીન અને ત્રણ મોપેડ કબજે કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ લાંબા સમયથી સતીષ મરાઠાનો પીછો કરી રહ્યા હતા. ઘટનાના દિવસે કારનો કાચ તોડીને સતીષને બહાર બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ ચારેય બાજુથી ઘેરી તલવાર, કોયતા, કુહાડી જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. અને ભાગવાનો પ્રયાસ કરતાં તેના પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં જૂની અદાવત અને અગાઉ થયેલા હુમલાઓ આ હત્યાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version