Site icon hindtv.in

દેશવ્યાપી સ્વગણના અભિયાનને લઈ સુરત પોલીસ જાગૃત કરવા આગળ આવી

દેશવ્યાપી સ્વગણના અભિયાનને લઈ સુરત પોલીસ જાગૃત કરવા આગળ આવી
Spread the love

દેશવ્યાપી સ્વગણના અભિયાનને લઈ સુરત પોલીસ જાગૃત કરવા આગળ આવી
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે શહેરીજનોને ખાસ અપીલ કરી
17 મે થી 31 મે સુધી આ અભિયાનમાં વધુમાં વધુ લોકો સ્વયંભુ રીતે જોડાય

દેશવ્યાપી સ્વગણના અભિયાનને લઈને હવે સુરત પોલીસ પણ લોકોને જાગૃત કરવા આગળ આવી છે. 17 મે થી 31 મે સુધી ચાલી રહેલા આ અભિયાનમાં વધુમાં વધુ લોકો સ્વયંભુ રીતે જોડાય તે માટે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે શહેરીજનોને ખાસ અપીલ કરી છે.

દેશભરમાં 17 મે થી 31 મે સુધી સ્વગણના અભિયાન કાર્યરત છે. આ અભિયાન અંતર્ગત લોકો પોતે જ ઓનલાઈન સ્વગણના પ્રક્રિયામાં જોડાઈ શકે છે. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સ્વગણનાના કારણે દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ઉમેરો થશે અને યોગ્ય આયોજન માટે સાચી માહિતી અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે દેશના વિકાસ માટે લોકોનો સાથ, સહકાર અને યોગદાન જરૂરી છે. સ્વગણનામાં આપવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણ રીતે ગુપ્ત અને સુરક્ષિત રાખવામાં આવશે. માત્ર બે મિનિટમાં લોકો ઓનલાઈન પોતાનું ફોર્મ સબમિટ કરી શકે છે અને સરળ પ્રક્રિયા દ્વારા સ્વગણનામાં જોડાઈ શકે છે. લોકોને નિર્ભય બની અભિયાનમાં સહભાગી થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Exit mobile version