Site icon hindtv.in

સુરત : વાહનોના કારણે બે ગંભીર અકસ્માત બાદ સુરત પોલીસ એક્શનમાં

સુરત : વાહનોના કારણે બે ગંભીર અકસ્માત બાદ સુરત પોલીસ એક્શનમાં
Spread the love

સુરત : વાહનોના કારણે બે ગંભીર અકસ્માત બાદ સુરત પોલીસ એક્શનમાં
નિયમો અવગણીને શહેરમાં પ્રવેશ કરતા ભારે વાહનો પર તવાઈ
પીપલોદ વાય જક્સન પાસે મોટા વાહનો સામે ડ્રાઇવ યોજાઈ

સુરતમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતા બેફામ રીતે ભારે વાહનના ચાલકો વાહનો ચલાવી અકસ્માત કરે છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પ્રતિબંધિત સમયે શહેરમાં પ્રવેશતા ભારે વાહનના ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

સુરતમાં ડુમસ રોડ પર રાહુલ રાજ મોલ પાસે ડમ્પર ચાલક દ્વારા બાઈક ચાલકને ટક્કર મારતા ઘટના સ્થળે મોત થયું હતું. તો સમગ્ર ઘટના બાદ સુરત પોલીસનો ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. અને ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં સવારે આઠ વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી મોટા વાહનો પર પ્રતિબંધ છે. તેમ છતાં તેમના નિયમો વિરૂદ્ધ શહેરની અંદર પ્રવેશ કરતા હોય તો ટ્રાફિક પોલીસની ટીમ કાર્યવાહી કરી રહી છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દવારા પીપલોદ વાય જક્સન પાસે મોટા વાહનો સામે ડ્રાઇવ યોજી હતી અને અનેક ભારે વાહનો કબ્જે લેવાયા હતાં. તો આ અંગે ટ્રાફિક અધિકારીએ વધુ માહિતી આપી હતી.

Exit mobile version