Site icon hindtv.in

સુરત પાસપોર્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સુરત પાસપોર્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Spread the love

સુરત પાસપોર્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ દોડી ગઈ

સુરત પાસપોર્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ દોડી ગઈ હતી.

સુરત સહિત રાજ્યની પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ, યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો છે. આજે 10 માર્ચે સુરતના પીપલોદ ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને ડોગ સ્કવોડ સ્થળે દોડી ગઈ હતી અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરાઈ હતી. તો સાથે વડોદરાની પારૂલ યુનિવર્સિટી, ભાવનગરમાં હેડ પોસ્ટ ઓફિસમાં આવેલા પાસપોર્ટ વિભાગ અને સુરત, જૂનાગઢમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા દોડધામ મચી છે.

Exit mobile version