Site icon hindtv.in

સુરત :પાંડેસરા પોલીસે વૃદ્ધને માર મારી રોકડ ચેઈન લુંટનારાઓને ઝડપી પાડ્યો

સુરત :પાંડેસરા પોલીસે વૃદ્ધને માર મારી રોકડ ચેઈન લુંટનારાઓને ઝડપી પાડ્યો
Spread the love

સુરત :પાંડેસરા પોલીસે વૃદ્ધને માર મારી રોકડ ચેઈન લુંટનારાઓને ઝડપી પાડ્યો
પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરાવ્યું

સુરતના પાંડેસરા ભીડભંજન સોસાયટી પાછળ વૃદ્ધને માર મારી રોકડ અને સોનાની ચેઈનની લુંટ ચલાવી ભાગી છુટેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું તેઓનું સરઘસ કાઢ્યું હતું.

સુરતની પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ ગૌરીનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ પરસુરામ સખારામ સાવંતને પાંડેસરા ભીડભંજન સોસાયટી પાછળ ઉમીયા નગર અને ગૌરી નગર સોસાયટી વચ્ચે મોપેડ પર આવેલા રીઢાઓએ આંતર્યા હતા અને વૃદ્ધને ધમકાવી માર મારી તેઓના ખિસ્સામાંથી 1700 રોકડ અને એક લાખની સોનાની ચેઈન મળી 1 લાખ 1700ની લુંટ કરી ભાગી છુટ્યા હતાં. બનાવને લઈ પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને તેઓને કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

Exit mobile version