Site icon hindtv.in

સુરત પાંડેસરા પોલીસે 10 લાખની માંગણી કરનારને ઝડપ્યો

સુરત પાંડેસરા પોલીસે 10 લાખની માંગણી કરનારને ઝડપ્યો
Spread the love

સુરત પાંડેસરા પોલીસે 10 લાખની માંગણી કરનારને ઝડપ્યો
40 હજાર ટ્રાન્સફર કરી ટેમ્પો લઈ જઈ 10 લાખની માંગણી કરી
સંજોગ બહાદુર મહંતોને ઝડપી પાડ્યો

સુરત પાંડેસરા પોલીસે બળજબરી પુર્વક ધમકાવી 40 હજાર ટ્રાન્સફર કરી ટેમ્પો લઈ જઈ 10 લાખની માંગણી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે.

સુરતની પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે રહેતા જયપ્રકાશ તિવારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે આરોપી આર્યન વર્મા, સંજોગ બહાદુર મહંતો, શની સહિતનાઓએ ભેગા મળી તેઓનો ટેમ્પો ભાડે કરી મુંબઈ ખાતે લઈ જઈ તેને નશો કરાવી હોટલમાં લઈ જઈ નશાની હાલતમાં અજાણી છોકરી સાથે વિડીયો બનાવી તેના આધારે ધમકાવી 40 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લઈ ડિંડોલી સી.આર.પાટીલ બ્રિજ પાસે ઉતારી દઈ તેના ઘરેથી 10 લાખ લઈ આવ કહી ટેમ્પો લઈ ગયા હોવાનો ઉલ્લેખ કર્યો હોય જે મામલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી એક આરોપી એવા સંજોગ બહાદુર મહંતોને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્યોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Exit mobile version