Site icon hindtv.in

સુરતની પાંડેસરા પોલીસે ચાર બોગસ ડોક્ટરોને ઝડપ્યા

સુરતની પાંડેસરા પોલીસે ચાર બોગસ ડોક્ટરોને ઝડપ્યા
Spread the love

સુરતની પાંડેસરા પોલીસે ચાર બોગસ ડોક્ટરોને ઝડપ્યા
ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ચારને ઝડપી પાડ્યા
ક્લિનિક અથવા તો દવાખાનાઓ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા

સુરતની પાંડેસરા પોલીસે ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડયા છે. પોલીસે રેડ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ચારને ઝડપી પાડ્યા છે.

આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જર એ જણાવ્યું હતું કે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોઈપણ જાતના ડોક્ટરની ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી આધારે ક્લિનિક અથવા તો દવાખાનાઓ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં નકલી ડોક્ટર ને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે ત્યારે પાંડેસરા પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારોમાં તપાસ દરમિયાન ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે પોલીસે અજય વિજયભાઈ વિશ્વાસ પરિમલ સુધીરભાઈ સરકાર પાર્થ કાલિપદ દેવનાથ અને સિદ્ધાર્થ કાલી પદ દેવનાથની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પોતે પહેલા અલગ અલગ દવાખાનામાં પટ્ટાવાળા ની નોકરી કરતા હતા અને ત્યારબાદ દવામાં ખબર પડવા લાગતા પોતાનું ક્લિનિક ખોલી દવાખાનું ચાલુ કર્યું હતું હાલ પોલીસે ચારેય બોગસ ડોક્ટરોની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Exit mobile version