Site icon hindtv.in

સુરત પાલ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો

સુરત પાલ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો
Spread the love

સુરત પાલ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો
સાંઈ દર્શન સોસાયટી પાસેથી આદીલ પટેલને ઝડપી પાડ્યો
57 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે પાલ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ બીએ ભટ્ટની ટીમ પીએસઆઈ એમવી પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ભરતભાઈ અને અહેકો વેલાભાઈને મળેલી બાતમીના આધારે સાંઈ દર્શન સોસાયટી પાસેથી આદીલ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એમડી ડ્રગ્સ, મોબાઈલ અને વાહન મળી 57 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version