Site icon hindtv.in

સુરત : પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાનને પત્ર લખી

સુરત : પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાનને પત્ર લખી
Spread the love

સુરત : પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાનને પત્ર લખી
અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી

દેશમાં ઓટીટી બાદ હવે એઆઈ સમાજ માટે દુષણ રૂપ હોય જેને લઈ પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાનને પત્ર લખી અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ઓટીટી બાદ હવે એઆઈ સમાજ માટે દુષણ હોય જેને લઈ પાટીદાર સમાજ અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. અને કહ્યુ હતું કે એઆઈ દ્વારા જનરેટ થયેલ અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે, કેટલીક યુટ્યુબ ચેનલ ઉપર અશ્લીલ અને અભદ્ર ભાષા વાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે લખ્યું કે, વડાપ્રધાનના પણ કેટલા કાલ્પનિક પાત્ર ઊભા કરીને આપત્તિજનક રીતે તેને દર્શાવવામાં આવ્યા છે. તેમને પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે, આ પ્રવૃત્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સમાજમાં નકારાત્મકતા ફેલાવે છે આવા એઆઈ વિડીયોના કારણે યુવાનો, બાળકો, માતા અને બહેનો ઉપર ગંભીર દૂષપ્રભાવ પડે છે. આ પ્રકારની ચેનલો સાયબર સુરક્ષા માટે પણ ખતરો હોવાનું મથુર સવાણીએ જણાવ્યું હતું. અને આવી તમામ ચેનલોને આઈડેન્ટીફાય કરી તેને બંધ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Exit mobile version