Site icon hindtv.in

સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર આપઘાત મામલે નોટિસ

સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર આપઘાત મામલે નોટિસ
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર આપઘાત મામલે નોટિસ
વીએનએસજીયુએ કડક વલણ અપનાવ્યું
ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટને એન્ટી-રેગિંગ સેલ દ્વારા નોટિસ

સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે વીએનએસજીયુએ કડક વલણ અપનાવ્યું હોય તેમ મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટને યુનિવર્સિટીના એન્ટી-રેગિંગ સેલ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.

સુરત સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર હર્ષ પડ્યાના આપઘાત મામલે હવે મામલો ગંભીર વળાંક પર પહોંચ્યો હોય તેમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એન્ટી-રેગિંગ સેલે સિવિલ મેડિકલ કોલેજને સમગ્ર કેસ અંગે વિગતવાર તપાસ અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા પત્ર પાઠવી અહેવાલ માંગવામાં આવ્યો હતો, પરંતુ અહેવાલ ન મળતા ફરીથી પત્ર લખીને તાત્કાલિક રિપોર્ટ સોંપવા કડક સૂચના આપવામાં આવી છે.

સાથે જ કોલેજમાં અગાઉ રેગિંગ અંગે કોઈ ફરિયાદ કે આક્ષેપ નોંધાયા હતા કે નહીં, તેની સંપૂર્ણ વિગતો પણ રજૂ કરવા આદેશ કરાયો છે. મામલો અત્યંત ગંભીર અને સંવેદનશીલ હોવાથી રિપોર્ટ આપવામાં કોઈપણ પ્રકારનો વિલંબ ન કરવા યુનિવર્સિટીએ સ્પષ્ટ સૂચના આપી છે.

Exit mobile version