Site icon hindtv.in

સુરત : નેશનલ લોક અદાલતનુ આયોજન કરાયુ

સુરત :  નેશનલ લોક અદાલતનુ આયોજન કરાયુ
Spread the love

સુરત : નેશનલ લોક અદાલતનુ આયોજન કરાયુ
અનેક કેસોનું લોક અદાલતમાં સમાધાન રૂપિ નિરાકરણ આવ્યુ

સુરત ખાતે યોજાયેલ લોક અદાલતને ઝળહળતી સફળતા મળી હોય તેમ અનેક કેસોનું લોક અદાલતમાં સમાધાન રૂપિ નિરાકરણ આવ્યુ હતું.

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી સુપ્રિમ કોર્ટના આદેશને લઈ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરત દ્વારા શનિવાર 13 સપ્ટેમ્બરના રોજ તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનુ આયોજન કરાયુ હતુ જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયેના કેસો, બેન્કના નાણા વસુલાતના કેસો, મોટર અકસ્માતના કેસો, લેબર તકરારના કેસો, વોટર અને ઈલેક્ટ્રીસીટી બીલના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, રેવન્યુ તથા સીવીલના કેસો મુકાયા હતા જે તમામ કેસોમાં સુરત જિલ્લા મુખ્ય ન્યાયાધીશ રાહુલ એ. ત્રીવેદીના માર્ગદર્શન હેઠળ સમાધાન રૂપિ નિવારણ લવાયુ હતું

Exit mobile version