Site icon hindtv.in

સુરત : સચિનમાં મોબાઈલ ચોરીની અદાવતમાં હત્યા

સુરત : સચિનમાં મોબાઈલ ચોરીની અદાવતમાં હત્યા
Spread the love

સુરત : સચિનમાં મોબાઈલ ચોરીની અદાવતમાં હત્યા
મૃતકનો તડપતી હાલતમાં વિડીયો વાયરલ
પોલીસે સગીર સહિત ત્રણની ધરપકડ કરી

સુરતના સચીન વિસ્તારમાં મોબાઈલ ચોરી લેવાના મામલે યુવાનની કરાયેલી હત્યા મામલે પોલીસે એક કિશોર સહિત ત્રણ હત્યારાઓની ધરપકડ કરી છે જ્યારે હજુ ત્રણ આરોપીઓ ફરાર હોવાનુ સામે આવ્યુ છે.

સુરતમાં રોજેરોજ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સચીન વિસ્તારમાં મોબાઈલની લેતી દેતી મામલે ખુની ખેલ ખેલાયો છે. સચીન સ્લમ બોર્ડ પાસે સચીન નવસારી રોડ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાન વિપિન ઉર્ફે કાળુ મદનસિંહની ઘાત્કી હત્યા કરી હત્યારાઓ ભાગી છુટ્યા હતાં. મૃતકે મોબાઈલ ચોરી લેતા તેની હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યુ હતું. તો બનાવની જાણ થતા સચીન પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી છ હત્યારાઓમાંથી ત્રણ હત્યારા જેમાં એક કિશોર સહિત ત્રણની ધરપકડ કરી હતી. તો હજુ પણ ફરાર ત્રણ હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. તો મૃતકનોતડપતી હાલતમાં વિડીયો વાયરલ થયો હતો જેમાં લોકોએ જો સમયસર તેને સારવાર અપાવી હોત તો તે બચી શક્યો હોત તેવી ચર્ચા જોવા મળી છે.

Exit mobile version