Site icon hindtv.in

સુરત મનપાના કર્મચારીની ચાલુ નોકરીએ ધરપકડ

સુરત મનપાના કર્મચારીની ચાલુ નોકરીએ ધરપકડ
Spread the love

સુરત મનપાના કર્મચારીની ચાલુ નોકરીએ ધરપકડ
પોલીસે ધરપકડ કર્યા બાદ લાજપોર જેલ ખાતે ખસેડ્યો
શંકસ્પદ મોત નિપજતા પરિવારજનો દ્વારા આક્ષેપો

સુરત મનપાના કર્મચારીની ચાલુ નોકરીએ પોલીસે ધરપકડ કર્યા બાદ લાજપોર જેલ ખાતે ખસેડ્યો હતો જ્યાં તેનું શંકસ્પદ મોત નિપજતા પરિવારજનો દ્વારા આક્ષેપો કરાયા હતાં.

સુરતના ઉધના ભીમનગરમાં રહેતા 32 વર્ષીય રાહુલ ભગવાન ચિત્તે સુરત મહાનગર પાલિકામાં નોકરી કરતો હતો. અને ચાલુ નોકરી દરમિયાન જ પોલીસે તેને અટકાયત કરી હતી. લોન મામલે ડીંડોલી પોલીસે રાહુલ ચિત્તને ઝડપી પાડ્યો હતો હતો અને ત્યારબાદ તેને લાજપોર જેલમાં મોકલી અપાયો હતો. જ્યાં તેનુ શંકાસ્પદ મોત નિપજ્યુ હતું. તો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે લોન આપનારાઓ તરફથી સતત ધમકીઓ મળતી હતી અને ધમકીઓના કારણે રાહુલને નોકરી પર જતાં પણ ડર લાગતો હતો છતાં પરિવારનો ગુજરાન ચાલે તે માટે રોજ નોકરી પર જતો અને કામ કરતો રહ્યો હતો. ત્યારે અટકાયત બાદ તેને લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. અને પરિવારને બે દિવસ બાદ પોલીસ દ્વારા જાણ કરાઈ હતી અને તે પણ તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હોવાનુ જણાવ્યુ હતું.

રાહુલના પિતા હોસ્પિટલે પહોંચ્યા ત્યારે રાહુલનુ મોત થયુ હોવાનું જણાવાયુ હતું. જેથી રાહુલના પિતાએ આક્ષેપ કર્યો હતો કે રાહુલને જ્યારે લઈ ગયા ત્યારે તેને કોઈ બિમારી ન હતી અને અચાનક શુ થયું. હાલ તો પરિવારજનોએ સમગ્ર મામલે શંકા વ્યક્ત કરી છે અને નિષ્પક્ષ તપાસની માંગણી કરવાની સાથે લોન આપનારાઓ તથા સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે હવે જોવુ એ રહ્યુ કે યુવાનના મોતને લઈ હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે.

Exit mobile version