Site icon hindtv.in

સુરત મહાનગર પાલિકા દ્વારા રોડ રસ્તાની કામગીરીમાં વેઠ

સુરત મહાનગર પાલિકા દ્વારા રોડ રસ્તાની કામગીરીમાં વેઠ
Spread the love

સુરત મહાનગર પાલિકા દ્વારા રોડ રસ્તાની કામગીરીમાં વેઠ
ડિંડોલીમાં કરોડોના ખર્ચે બનેલ રોડ 3 મહિનામાં જ ઉખડી ગયુ
માનસી રેસીડેન્સીથી સુમુક સર્કલ જવાના રસ્તા પર નબળી કામગીરી

સુરત મહાનગર પાલિકા દ્વારા રોડ રસ્તાની કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાના આક્ષેપો કરાયા છે જેમાં ડિંડોલીમાં કરોડોના ખર્ચે બનેલ રોડ 3 મહિનામાં જ ઉખડી ગયુ છે.

સુરત મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો અગાઉ અનેકવાર વિપક્ષ દ્વારા કરાઈ ચુક્યા છે જો કે તેમ છતા આજે પણ સુરત મનપામાં ભ્રષ્ટાચાર જાણે ઘર કરી ગયુ હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ મહિના પહેલા જ બનાવાયેલો રોડ ઉખડી ગયુ છે. ડિંડોલીની માનસી રેસીડેન્સીથી સુમુક સર્કલ જવાના રસ્તા પર ડામર હાથમાં આવી જતા સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. વિકાસના દાવા વચ્ચે જમીન પર હકીકત ઉઘડી ગઈ હોય તેમ લિંબાયત ઝોનના અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઉભા થયા હતાં.

Exit mobile version