Site icon hindtv.in

સુરત મનપા દ્વારા અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરી

સુરત મનપા દ્વારા અસરગ્રસ્તો માટે  વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરી
Spread the love

સુરત મનપા દ્વારા અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરી
હાઈકોર્ટની ટિપ્પણી બાદ અસરગ્રસ્તોને ત્વરિત વૈકલ્પિક વસવાટ
કોર્ટની ઝાટકણી બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું

સુરત મનપા દ્વારા નાસીર નગર ડિમોલીશનમાં ઘર વિહોણા થયેલા અસરગ્રસ્તોને હાઈકોર્ટની ટિપ્પણી બાદ અસરગ્રસ્તોને ત્વરિત ભરિમાતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરી આપી છે.

સુરતના કતારગામ દરવાજા નજીક આવેલી નાસીરનગર વસાહતમાં થયેલા ડિમોલીશન બાદ અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા. અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે મનપાએ કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ કે જાણ કર્યા વિના બુલડોઝર ચલાવી તેમના મકાનો તોડી પાડ્યા હતા. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા કોર્ટે સુરત મહાનગર પાલિકાની કામગીરી પર આકરી ટિપ્પણી કરી છે અને આગામી સોમવારે તમામ સંબંધિત દસ્તાવેજો સાથે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટની ઝાટકણી બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. ઘરવિહોણા બનેલા પરિવારો માટે ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Exit mobile version