Site icon hindtv.in

સુરત મહાનગર પાલિકાના કમિશનરની પાંડેસરામાં મુલાકાત

સુરત મહાનગર પાલિકાના કમિશનરની પાંડેસરામાં મુલાકાત
Spread the love

સુરત મહાનગર પાલિકાના કમિશનરની પાંડેસરામાં મુલાકાત
પાંડેસરાના શ્રમિક વિસ્તારની ઓચિંતી મુલાકાત લીધી
વહેલી તકે નિવારણ લાવવા આશ્વાસન આપ્યું

સુરત મહાનગર પાલિકાના કમિશનરે પાંડેસરાના શ્રમિક વિસ્તારની ઓચિંતી મુલાકાત લઈ પ્રાથમિક સુવિધા સહિતની વાત કરી હતી.

સુરત મનપાના નવા કમિશનર એમ. નાગરાજ કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં જોવા મળ્યા હતાં. વહેલી સવારે કમિશનરે પાંડેસરા શ્રમિક વિસ્તારની અકસ્મિત મુલાકાત લીધી. મનપા કમિશનર કોઈ પણ પૂર્વ સૂચના વગર કમિશનર સીધા શ્રમિકોની વચ્ચે પહોંચ્યા હતાં. જ્યાં શ્રમિકો સાથે વાતચીત કરતા સ્થાનિકોએ કમિશનરને ખાસ કરીને સ્વચ્છતા બાબતે રજૂઆતો કરી હતી. સોસાયટી, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી ત્યાં નિયમિત અને સઘન સફાઈ થાય તેવી માંગ કરવામાં આવી હતી. તો રસ્તા પર નડતરરૂપ અને ગંદકી ફેલાવતા કંડર વાહનોને આરટીઓ સાથે સંકલન સાધીને તાત્કાલિક દૂર કરવાની સૂચના કમિશનરે આપી હતી. કમિશનર એમ. નાગરાજે લોકોની સમસ્યાઓ શાંતિથી સાંભળી હતી અને તેનું વહેલી તકે નિવારણ લાવવા આશ્વાસન આપ્યું હતું. શહેરને સ્વચ્છ રાખવા માટે માત્ર તંત્ર જ નહીં, પણ નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે, સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, આ પહેલા એવા કમિશનર જોયા છે જે જાતે શ્રમિક વિસ્તારમાં આવીને અમારી સમસ્યાઓ પૂછી રહ્યા છે.

Exit mobile version