Site icon hindtv.in

સુરત : માલેગાંવ બ્લાસ્ટ મામલો

સુરત : માલેગાંવ બ્લાસ્ટ મામલો
Spread the love

સુરત : માલેગાંવ બ્લાસ્ટ મામલો
કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
સાધ્વી પ્રજ્ઞાની બહેનના ઘરે દિવાળી જેવો માહોલ
સત્યની જીત થઈ છે : સાધ્વી પ્રજ્ઞાની બહેન પ્રતિભાસીંગ

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામને કોર્ટે નિર્દોષ જાહેર કરતા સુરતમાં સાધ્વી પ્રજ્ઞાની બહેનએ આંખોમાં ખુશીના આસુ સાથે કહ્યુ હતુ કે સત્યની જીત થઈ છે.

આજથી 17 વર્ષ પહેલા મહારાષ્ટ્રના માલેગાવમાં બ્લાસ્ટ થયો હતો જે ગુનામાં સાધ્વી પ્રજ્ઞા સહિતના આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે આ કેસમાં આજે કોર્ટના ફાયનલ નિવેડો આવ્યો હતો. અને કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા જેને લઈ સુરતમાં સાધ્વી પ્રજ્ઞાની બહેનના ઘરે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. સાધ્વી પ્રજ્ઞાની બહેન પ્રતિભાસીંગે આંખોમાં ખુશીના આંસુ સાથે કહ્યુ હતુ કે સત્યની જીત થઈ છે. સાથે સાધ્વી પ્રજ્ઞાના બહેન પ્રતિભા દ્વારા જણાવ્યું કે કોંગ્રેસનુ ષડયંત્ર હતું. તો સાધ્વી પ્રજ્ઞા સાથે પરિવાર દ્વારા વાતચિત કરવામાં આવી તો સાધ્વીજી જેલમાં હતા ત્યારે પરિવારજનો જેલમાં જમવાનું આપવા માટે સૂરતથી મુંબઈ જતા હોવાનુ પણ જણાવાયુ હતું.

Exit mobile version