સુરત: મહિધરપુરા ગણપતિ પંડાળ ચોરી મામલો.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીઓની ધરપકડ કરી
આકાશ તામ્બે અને સોહેલ દંતાણીની કરી ધરપકડ
પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલાયો
ચોરીના તમામ મુદામાલ સાથે બંનેને ઝડપી પાડયા
સુરતમાં ચોરોનો આતંક વધી રહ્યો હોય તેમ મહિધરપુરા પોલીસ મથકની હદમાં આઠ જેટલા શ્રીજી પંડાલોમાં રાત્રીના સમયે ચોરી થઈ હોય જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ છે. તો સીસીટીવીમાં ચોરો કેદ થયા હોય ક્રાઈમ બ્રાન્ચે બન્ને ચોરોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં લોકો ની સાથે હવે તો ભગવાનને પણ ચોરો છોડતા નથી. ત્યારે ગણેશોત્સવ દરમિયાન શ્રીજીના પંડાલમાં પણ ચોરો ચોરી કરતા ડરતા ન હોય તેમ લાગી રહ્યુ છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક સાથે આઠ જેટલા ગણેશ પંડાલોમાં ચોરીની ઘટનાઓ બની હતી. સીસીટીવીમાં કેદ થયેલા બે વ્યક્તિઓ દ્વારા રાત્રીના સમયે એક નહી બે નહી પરંતુ આઠ જેટલા પંડાલોમાં ચોરી કરી હતી. બનાવને લઈ મહિધરપુરા સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બન્ને રીઢા ચોરો આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણીને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો આ અંગે ડીસીપી રાઘવ જૈનએ વધુ માહિતી આપી હતી.

