સુરત : દારૂ અને નશીલા પ્રદાર્થોનુ સપ્લાય કરનાર ઝડપાયા
સીઆઈડી ક્રાઈમએ મોહસીન ઉર્ફે મુનાવર શેખને ઝડપી પાડ્યો
સુરત એસઓજીની ટીમે સીઆઈડી ક્રાઈમ સુરત ઝોનમાં દાખલ થયેલા દારૂ તથા ડ્રગ્સની મહેફીલના ગુનામાં દારૂ અને નશીલા પ્રદાર્થોનુ સપ્લાય કરનારને ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા સુરત શહેર અને અન્ય જીલ્લાઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અપાયેલી સુચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ રાઘવેન્દ્ર વત્સ તથા એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પી.આઈ.ની સુચના મુજબ કામગીરી કરતી ટીમના એએસઆઈ હિતેશસિંહ અને હેડ કોન્સ્ટેબલ રાજુએ સીઆઈડી ક્રાઈમ સુરત ઝોનમાંદાખલ થયેલા દારૂ તથા ડ્રગ્સની મહેફીલના કેસમાં દારૂ અને નશીલા પ્રદાર્થનો સપ્લાય કરનાર નાસતા ફરતા આરોપી એવા મોહસીન ઉર્ફે મુનાવર શેખને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો સી.આઈ.ડી. ક્રાઈમ સુરત ઝોનને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

